GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD હળવદ વેગડવાવ ફાટક પાસે શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સોની ધરપકડ ​

 

 

HALVAD હળવદ વેગડવાવ ફાટક પાસે શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સોની ધરપકડ

હળવદ પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વની સફળતા મળી છે. વેગડવાવ ફાટક પાસે ઈશનપુર રોડ પરથી એક શંકાસ્પદ આઈ-૨૦ કારને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂપિયા ૨,૨૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બે યુવાનોની અટકાયત કરી છે.

 



​મળતી માહિતી મુજબ, હળવદ પોલીસની ટીમ ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વેગડવાવ ફાટક નજીક ઈશનપુર રોડ પર પસાર થઈ રહેલી હુંડાઇ આઇ-૨૦ કાર (નંબર GJ-01-KB-5656) શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. કારની તપાસ કરતા અંદરથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

​પોલીસે  મુદ્દામાલ જપ્ત કર્યો છે:બીયર ટીન: કિંગફિશર અને માઉન્ટન ૬૦૦૦ બ્રાન્ડના કુલ ૯૬ ટીન (કિંમત રૂ. ૧૯,૨૦૦)
​વ્હિસ્કી: ગોવા વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૫૦ બોટલ (કિંમત રૂ. ૫,૦૦૦) હુંડાઇ આઇ-૨૦ કાર (કિંમત રૂ. ૨,૦૦,૦૦૦)કુલ કિંમત: રૂ. ૨,૨૪,૨૦૦ ધરપકડ કરાયેલ આરોપીઓ આ મામલે પોલીસે સ્વામિનારાયણ નગર, હળવદના રહેવાસી બે ૧૯ વર્ષીય યુવાનોની ધરપકડ કરી છે:
​ધ્રુવ ઠાકરશીભાઈ પરમાર,ધ્રુમિત જયંતિભાઈ સોનાગ્રા
​હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!