HALVAD:હળવદના દેવળીયા નજીક બટાકાની આડમાં બિયરના જથ્થાની હેરાફેરી કરતા એક ઈસમને SMC ટીમે ઝડપી લીધો

HALVAD:હળવદના દેવળીયા નજીક બટાકાની આડમાં બિયરના જથ્થાની હેરાફેરી કરતા એક ઈસમને SMC ટીમે ઝડપી લીધો
હળવદના નવા દેવળીયા નજીક એસએમસીએ ગત મોડી રાત્રે રૂ.18 લાખની કિંમતનો બિયરનો જથ્થો ભરેલો ટ્રક પકડી લઈ એક શખ્સની ધરપકડ કરી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ એસએમસીના પીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટની ટીમે હળવદ- માળિયા હાઈવે ઉપર નવા દેવળીયા ગામ પાસે ગત રાત્રીએ બિયર ભરેલો ટ્રક પકડયો છે. જેમાંથી બટેટાની બોરીઓની આડમાં છુપાવેલ 8298 બિયર ટીન કિંમત રૂ.18.25 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ટ્રક મળીને રૂ.28.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બિયરના આ જથ્થા સાથે ટ્રક ડ્રાઇવર મુકેશભાઈ પુનામારામ જંગુ રહે. રાજીવનગર, જાલોરની ધરપકડ કરવામાં આવી છે. સપ્લાયર ડી.એસ.જાસોલ, બે અજાણ્યા લોકો, ટ્રક માલિક, દારૂનો જથ્થો મંગાવનાર સહિતના લોકો સામે ગુનો નોંધી પકડવાની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે











