GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD હળવદના ઈંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

HALVAD હળવદના ઈંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા
હળવદ તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને રૂ ૨૧,૩૦૦ રોકડ રકમ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમેં ઈંગોરાળા ગામની સીમ અમરાપરથી ઈંગોરાળા ગામ જતા રસ્તે વોકળા કાંઠે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જીગ્નેશ દેવજીભાઈ કાવર, પ્રવીણ ઘોઘજીભાઈ કાવર, વિનોદ બચુભાઈ બારણીયા, ધનરાજસિંહ ફતેસિંહ ઝાલા, લાલજી જેરામભાઈ બજાણીયા અને આશારામ ઘોઘાભાઇ જોગયાણી એમ છ ઇસમોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂ ૨૧,૩૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે







