ડાંગ જિલ્લાનાં આહવા ખાતે VHP+BD દ્વારા બંગાળમાં હિન્દુ વિરોધી તોફાનો સામે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યું.
MADAN VAISHNAVApril 19, 2025Last Updated: April 19, 2025
5 2 minutes read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વકફ કાયદાનાં વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર સમર્થિત હિન્દુ વિરોધી તોફાનો થઈ રહ્યા છે.ત્યારે આ તોફાનો સામે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આહવા કલેક્ટર કચેરી ખાતે ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.અને રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.
ભારતીય લોકતાંત્રિક પદ્ધતિથી લોકસભા તેમજ રાજ્ય સભામાં વક્ફ બોર્ડ સંબોધન અધિનિયમ પારિત થયા બાદ લઘુમતી સમાજ દ્વારા એનું વિરોધ કરવામાં આવી રહ્યો છે.ખાસ કરીને એના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ માં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે.જેમાં હિન્દુઓ પર હિંસક હુમલાઓ થઇ રહ્યા છે અને સંપત્તિઓ લુંટવામાં આવી રહી છે, હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે.જેના કારણે હિન્દુઓ પલાયન કરી રહ્યા છે.આ ઘટનાના વિરોધમાં ડાંગ જિલ્લા કલેક્ટર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.વકફ એક્ટના વિરોધની આડમાં જે રીતે આખું બંગાળ હિંસાની આગમાં સળગી રહ્યું છે.હિંદુઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, રાષ્ટ્રવિરોધી અને હિંદુ વિરોધી તત્વોને તેમના ષડયંત્રોને કોઈપણ અવરોધ વિના અંજામ આપવા માટે મુક્ત લગામ આપવામાં આવી રહી છે.આનાથી સ્પષ્ટ થાય છે કે બંગાળમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. મુર્શિદાબાદથી શરૂ થયેલી આ ભયાનક હિંસા હવે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે. વિશ્વાસઘાત સામે સરકારી તંત્ર નિષ્ક્રિય છે એટલું જ નહીં પરંતુ અનેક જગ્યાએ તેઓના સમર્થક કે પ્રેરક પણ બન્યા છે. પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલા કેન્દ્ર સરકારે વહીવટીતંત્ર પર નિયંત્રણ અને કામગીરી હાથ ધરવી જોઈએ અને રાષ્ટ્રવિરોધી અને હિન્દુ વિરોધી તત્વોને તેમના દુષ્કૃત્યો માટે કડક સજા આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે.વધુમાં આ કાયદો બનાવવામાં હિન્દુ સમુદાયની કોઈ ભૂમિકા નહોતી અને તે સંપૂર્ણ બંધારણીય પ્રક્રિયા હતી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વકફ માત્ર એક બહાનુ હતું, વાસ્તવિક ઉદ્દેશ્ય મુર્શિદાબાદને હિંદુમુક્ત બનાવવાનો હતો.આ ઉન્મત્ત જેહાદી ટોળાએ હિંદુઓના 200 થી વધુ ઘરો અને વ્યાપારી દુકાનોને લૂંટી અને બાળી નાખ્યા, સેંકડો હિંદુઓને ગંભીર રીતે ઘાયલ કર્યા અને ત્રણ નાગરિકોની નિર્દયતાથી હત્યા કરી. ડઝનબંધ મહિલાઓનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. પરિણામે 500 થી વધુ હિન્દુ પરિવારોને મુર્શિદાબાદ છોડીને ભાગવું પડ્યું હતું.ચિંતા સાથે તેમની પાસે જવાને અને તેમની મદદ કરવાને બદલે મમતા બેનર્જી રમખાણોને ઉશ્કેરનારા ઈસમોને મળી રહ્યા છે,જેમાંથી એક એ એક દિવસ અગાઉ ધમકી આપી હતી કે “જો મમતા બેનર્જી તેમને સમર્થન નહીં આપે, તો તેઓ તેમની સ્થિતિ જાહેર કરશે.” હવે આ તમામ તથ્યો સામે આવી રહ્યા છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે શરણાર્થીઓને સુવિધા આપવાને બદલે મમતાજી હવે તેમને બળજબરીથી જેહાદીઓની સેવા આપવાનું ષડયંત્ર કરી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમજ આ હિંસા મુર્શિદાબાદથી લઈને સમગ્ર બંગાળમાં ફેલાઈ રહી છે.ત્યારે બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે,બંગાળમાં થયેલી હિંસાની NIA દ્વારા તપાસ થવી જોઈએ અને ગુનેગારોને તાત્કાલિક સજા મળવી જોઈએ,બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી કેન્દ્રીય સુરક્ષા દળોને સોંપવામાં આવે, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને હાંકી કાઢવા જોઈએ, બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચેની 450 કિલોમીટરની સરહદ પર વાયર નાખવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVApril 19, 2025Last Updated: April 19, 2025