MORBI:રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈની તંદુરસ્તી માટે રાખેલ માનતા મોરબીના મંગળજીભાઈ સુવાગીયાએ પૂરી કરી
MORBI:રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈની તંદુરસ્તી માટે રાખેલ માનતા મોરબીના મંગળજીભાઈ સુવાગીયાએ પૂરી કરી
મોરબીમાં ત્રાજપર પાસે શ્રી કૃષ્ણ પેટ્રોલિયમ નામે પેટ્રોલ પંપ ધરાવતા મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયાના દીકરા કૃષિતભાઈ અને પુત્રવધૂ ઉર્વશીબેનને ત્યાં પુત્રરત્ન નંદન નો જન્મ થયેલ હોય તેના જન્મોત્સવ નિમિત્તે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હર્ષોલ્લાસ અને ભોજન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, માજી મંત્રી જયેશભાઈ રાદડિયા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને મંગળજીભાઈએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના શુભચિંતક હોય તેઓની નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેમણે માનતા રાખી હતી અને તેઓના ઘરે પારિવારિક પ્રસંગમાં આવેલા મંત્રી રાઘવજીભાઈ પટેલની સાથે માટેલ મંદિર ખાતે દર્શન કરવા માટે જઈને મંગળજીભાઈ સુવાગીયા સહિતના ગયા હતા અને ત્યાં તેમણે પોતાની માનતા પૂરી કરી હતી. તેવી માહિતી તેઓના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે