અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નરેન્દ્ર મોદીના વીડિયોને એડિટિંગ કરીને ફેસબુક પર વિવાદિત પોસ્ટ વાયરલ કરતા બાયડ પોલીસે ગુન્હો નોંધ્યો
અરવલ્લી જિલ્લાના બાયડના શરીફ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયોને એડિટિંગ કરીને ફેસબુક પર વિવાદિત પોસ્ટ વાયરલ કરતા બાયડ પોલીસે ગુન્હો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે.ભારત-પકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ વચ્ચે વિવાદિત અરવલ્લી જિલ્લાના બાયડના શરિફ ચૌહાણના ફેસબુક એકાઉન્ટ પર દેશના વડાપ્રધાન મોદીજી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ વાયરલ કરતા કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં બાયડના આરોપી શરીફ ચૌહાણના ફેસબુક આઇડી પર જાણી જોઈને ઇરાદાપૂર્વક પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને એડિટિંગ કરીને ભારતીય સૈનિકોના પરાક્રમને બિરદાવવાને બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના ઇરાદાથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રચાર પ્રસાર કરીને રાષ્ટ્રીય એકતાને વિધાતક કરતી ફેસબુક પોસ્ટ કરી લોકોને ગુમરાહ કરવાનો ગુન્હો કરતા આરોપી શરીફ ચૌહાણને ઝડપી લઈને અને આ બાબતે સાયબર ક્રાઇમને જાણ કરીને બાયડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.