HALVAD:હળવદ નર્મદા કેનાલ પાસે અલ્ટો કારમાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો, બે શખ્સોની અટકાયત

HALVAD:હળવદ નર્મદા કેનાલ પાસે અલ્ટો કારમાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો, બે શખ્સોની અટકાયત
હળવદ: ગુજરાતમાં કડક દારૂબંધી વચ્ચે હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં બિયરના ટીન સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ઇંગોરાળા – મયાપુર રોડ પર નર્મદા કેનાલના નાળા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પ્રકાશનગર તરફથી આવી રહેલી એક અલ્ટો કાર (GJ-05-JR-0966) ને અટકાવીને તલાશી લેતા તેમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
બિયર ના ટીન 300 નંગ (કિંમત રૂ.63,720) અલ્ટો કાર 1 નંગ (કિંમત રૂ.2,00,000) ₹2,26,720 આ કેસમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે:સુરેશભાઈ કંદુભાઈ રાઠવા (મૂળ રહે. છોટાઉદેપુર) મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો ભીમાભાઈ જીંજુવાડીયા (રહે. નવા ઇશનપુર, હળવદ) પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે










