GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ નવા વેગડવાવ ગામે કરૂણ ઘટના, ઘઉં કાપવાના કટર પર ચડતા વીજ કરંટ લાગતા પંજાબી યુવકનું મોત

 

 

​HALVAD:હળવદ નવા વેગડવાવ ગામે કરૂણ ઘટના, ઘઉં કાપવાના કટર પર ચડતા વીજ કરંટ લાગતા પંજાબી યુવકનું મોત

 

હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે ખેતીકામ દરમિયાન એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન પર ચડતી વખતે માથેથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનનો તાર અડી જતાં ૨૦ વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.



​મળતી માહિતી અનુસાર, હળવદના નવા વેગડવાવ ગામે રહેતા ત્રિભોવનભાઈ જહાભાઈ સોનગ્રાના ખેતરમાં ઘઉં કાપવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે મૂળ પંજાબના વતની અને હાલ નવા વેગડવાવ ખાતે રહેતા નવદિપસિંઘ બચીતરસિંઘ જાટ (ઉંમર વર્ષ ૨૦) નામના યુવક ઘઉં કાપવાના કટર મશીન પર પાછળના ભાગેથી ચડી રહ્યો હતો.
​તે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી ઇલેક્ટ્રિક વીજ લાઈનના જીવંત તારને યુવક અડી ગયો હતો. વીજ લાઈનનો જોરદાર કરંટ લાગવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.આ બનાવ અંગેની જાણ થતા જ સ્થાનિક લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતા હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અકસ્માતે મોતના ગુના અંગે નોંધ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!