HALVAD- હળવદના ટીકર રણ વિસ્તારમાં ગેસ ગળતર થી એક અગરિયાનું મોત – 2 ઇજાગ્રસ્ત
HALVAD- હળવદના ટીકર રણ વિસ્તારમાં ગેસ ગળતર થી એક અગરિયાનું મોત – 2 ઇજાગ્રસ્ત
રીપોર્ટ – વિશાલ જયસ્વાલ હળવદ

મળતી માહિતી મુજબ હળવદના ટિકર ગામના અગરિયા પરિવારો અત્યારે મીઠાની સિઝન હોવાથી રણમાં ગયા હતા. ત્યાં કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા ઉ.વ.30 રહે. સુંદરગઢનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિ સાગર અમ૨શી રાણેવાડિયા ઉ.વ. 25 રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા ઉ.વ.25ની હાલત ગંભીર હોય શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે દોઢેક વર્ષ પહેલાં પણ ટીકર રણમાં આવી જ એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પણ ગેસ ગળતર થતા ત્રણ લોકોના જીવ ગયા હતા બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.






