GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad – હળવદના સુખપર ગામ નજીક ટ્રકે રાહદારી યુવકને હડફેટે લેતા મુત્યુ નિપજ્યું 

Halvad – હળવદના સુખપર ગામ નજીક ટ્રકે રાહદારી યુવકને હડફેટે લેતા મુત્યુ નિપજ્યું

 

 

હળવદ ધ્રાગધ્રા હાઇવે પર સુખપર ગામની નજીક આઇસર ટ્રક રજી.નં. જીજે-૨૩-એડબલ્યુ-૩૪૭૨નો ચાલક પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતો હોય ત્યારે મુળ-ધ્રાગધ્રા વાદીપરા ડાભી સોસાયટી જી-સુરેન્દ્રનગર હાલ રહે-હનુમાનચોક જોરાવરનગર સુરેન્દ્રનગર રહેતા વિજયકુમાર બાબુભાઇ અઘારાના ભાઇ અજયકુમાર ઉવ.૨૯ રોડની સાઈડમાં એક તરફ ઉભા હતા અથવા ચાલીને જતા હતા ત્યારે ટ્રક તેમની સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં તેઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ આઇસર ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ટ્રક ચાલક આરોપી સામે ગુનો નોંધી તેને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!