Halvad -જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને આપવા બાબતે હળવદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર
Halvad -જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને આપવા બાબતે હળવદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર
મોરબી : દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને આપવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત ક૨વામાં આવી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે. આટલા લાંબા સમય દરમ્યાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ થઈ જવું જોઈએ. પણ આમ છતાં ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઉંચો છે, નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે. ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે.દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે.આથી ગુજરાતની તમામ મહિલાઓને દિલ્હીની જેમ દર મહિને 2100 રૂ. આપવામાં આવે, શિક્ષણ – સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે, બસ મુસાફરી વિના મૂલ્યે કરાવવા, વડીલોને તીર્થયાત્રા કરાવવા, તેમજ તમામ જરૂરી સુવિધાઓ આપવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે.