GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ પોલીસ દ્વારા: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ લૂંટના ₹5.19 લાખ ફરિયાદીને પરત કરાયા

​HALVAD:હળવદ પોલીસ દ્વારા: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ લૂંટના ₹5.19 લાખ ફરિયાદીને પરત કરાયા

હળવદના રાણેકપર રોડ પર બનેલી લૂંટની ઘટનામાં હળવદ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે લૂંટના ગુનામાં રિકવર કરેલી ₹5,19,800/- ની રોકડ રકમ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને પરત સોંપી પારદર્શક વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 



​હળવદના રાણેકપર રોડ પર રહેતા અને આનંદ બંગ્લોઝમાં નિવાસ કરતા રજનીકાંતભાઈ ભીખાભાઈ દેથરીયા પાસેથી અજાણ્યા શખ્સો દ્વારા કુલ ₹6,90,000/- ની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
​પોલીસની તપાસ અને રિકવરી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને હળવદ પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી લૂંટાયેલી રકમ પૈકી ₹5,19,800/- રિકવર કરવામાં પોલીસને સફળતા મળી હતી.​ઝડપી કાર્યવાહી દ્વારા નાણાં પરત સોંપાયા સામાન્ય રીતે ગુનામાં જપ્ત કરાયેલ મુદ્દામાલ મેળવવા માટે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે, પરંતુ પોલીસ દ્વારા જરૂરી કાયદાકીય કાર્યવાહી સત્વરે પૂર્ણ કરાવવામાં આવી હતી. ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનના ભાગરૂપે, ફરિયાદી રજનીકાંતભાઈને તેમના હકના નાણાં પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને સન્માનપૂર્વક પરત કરવામાં આવ્યા હતા.​પોલીસની આ ત્વરિત કામગીરીથી ફરિયાદીએ હળવદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો

Back to top button
error: Content is protected !!