GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના મિયાણી ગામેથી ભેંસની પાડી ઈકો કારમાં નાખી ચોરી કરી છુમંતર
Halvad:હળવદના મિયાણી ગામેથી ભેંસની પાડી ઈકો કારમાં નાખી ચોરી કરી છુમંતર
હળવદ તાલુકાના મિયાણી ગામેથી ભેંસની પાડી ઈકો કાર નાખી ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા રુપાભાઈ છેલાભાઈ ખોડા (ઉ.વ.૨૯) એ આરોપી ઈકો કાર રજીસ્ટર નંબર -જીજે-૧૩-એન એન-૬૮૦૪ વાળાના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ભેંસની પાડી ઉ.વ. દોઢ વર્ષ કિં રૂ. ૫૦૦૦ વાળી ઈકો કાર રજીસ્ટર નંબર -જીજે-૧૩-એન.એન-૬૮૦૪ વાળીમા નાખી ચોરી કરી ઈકો કાર કારમાં ક્રુરતા પૂર્વક ઘાસ ચારા પાણીની સગવડ વડર બાંધી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ઈકો કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.