Halvad :ભાજપ નેમ પ્લેટ વાળી સ્વીફ્ટ ડીઝાઈર કારમાં પશુની હેરાફરી કરતાં ત્રણ ઈસમો ઝડપાયા
ભાજપ નેમ પ્લેટ વાળી સ્વીફ્ટ ડીઝાઈર કારમાં પશુની હેરાફરી કરતાં ત્રણ ઈસમો ઝડપાયા
ભાજપના હોદ્દેદારો ની કારમાં કતલ ખાને લઈ જવાતા પાંચ ઘેટાંઓને બચાવ્યા
હળવદ તાલુકાના કડીયાણા તરફથી સ્વીફ્ટ ડિઝાયર કારમાં ઘેટા ભરીને લઈ જવામાં આવી રહ્યા હોવાની જીવદયા પ્રેમી યુવાનની બાતમીને આધારે હળવદ પોલીસે મોરબી ચોકડી નજીક વોચ ગોઠવી ત્રણ રાજસ્થાની શખ્સને પાંચ ઘેટા અને સ્વીફ્ટ કાર સાથે ઝડપીલીઘા જે કાર ઝડપાઈ તે કાર ની નંબર પ્લેટ ઉપર જોય શકાય છે જિલ્લા મહામંત્રી ની પ્લેટ મારેલછે અને ભાજપ નો ખેસ અદર લગાડેલ છે પાછળ ભાજપ નો સિમ્બોલ મારેલ છે આ તસવીરમાં નજરે પડે છે..
હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ત્રીવેદીએ હળવદ પોલીસને બાતમી આપી હતી કે આરજે – 04 – સીએ – 5715 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારમાં ક્રૂરતા પૂર્વક ઘેટા લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસે મોરબી ચોકડી નજીક વોચ ગોઠવી ઉપરોક્ત સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા આરોપી રહેમાનખાન નેકુખાન, જબરૂદીન રેશમખાન અને ભવરેખાન ઈશેખાન વાળાની ગાડીમાંથી બે મોટા ઘેટા તથા 3 ઘેટાના બચ્ચા મળી પાંચ ઘેટા કિંમત રૂપિયા 10 હજાર તેમજ સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ 2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી