GUJARATMORBIMORBI CITY / TALUKO

HALVAD- ખનીજ ચોરો સામે તવાઈ, હળવદ નજીક ત્રણ ડમ્પર પકડાયા! રેતીની ખનીજ ચોરી કરવા સબબ પચાસ લાખના વાહનો જપ્ત! આકરા દંડ ની કાર્યવાહી શરૂ!

HALVAD- ખનીજ ચોરો સામે તવાઈ, હળવદ નજીક ત્રણ ડમ્પર પકડાયા! રેતીની ખનીજ ચોરી કરવા સબબ પચાસ લાખના વાહનો જપ્ત! આકરા દંડ ની કાર્યવાહી શરૂ!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં બેફામ થતી ખનિજચોરીમાં ખાણ ખનીજ વિભાગ, મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ સહીત દરેક ની જવાબદારી છે ખનીજ ચોરી રોકવાની! પણ પોલીસ નાં કેટલાક લોકો ખનીજચોરી અટકાવવાના બદલે ચોક્કસ વહીવટદારો રાખીને માસીક હપ્તા ઉઘરાવી રહ્યા છે જે એક કર્મચારી નાં નામજોગ એક અખબારી રિપોર્ટ નજીક નાં ભુતકાળમાં જાહેર થયો હતો.
અમુક નિષ્ક્રિય રહે છે. માત્ર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવે છે અને તેમની પણ જાસુસી થઈ રહી હોય ઘણી વખત ખનીજચોરી પકડાતી નથી. પણ આ ખનીજચોરી થી સરકારને કરોડો રૂપિયા નું આર્થિક નુકસાન થઇ રહ્યું છે. ત્યારે આવાં માહોલ વચ્ચે ખાણખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરવામાં આવી હોય તેમ સવારે માળીયા (મિયાણા) અને મોરબીના સોખડા નજીકથી ચાર ડમ્પર પકડવામાં આવ્યા હતા ત્યારબાદ હળવદ નજીકથી વધુ ત્રણ ડમ્પર રેતીચોરી બદલ પકડી પાડીને રૂપિયા પચાસ લાખની કિંમતના વાહનો પોલીસને સોંપીને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરની સૂચના મુજબ ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ નજીક વોચ ગોઠવી (૧) GJ-23-X-6772, (૨) GJ-13–X-0133 અને (૩) GJ-03-AZ-2953 નંબરના ડમ્પરને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ પકડી પાડીને રૂપિયા પચાસ લાખની કિંમતના ત્રેણય વાહનો હળવદ પોલીસને સોંપી આપી ખાણખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!