GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદમાં લૂંટ- ધાડના ગુનામાં નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો
HALVAD:હળવદમાં લૂંટ- ધાડના ગુનામાં નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં આરોપી ૨૬ વર્ષથી નાસતો ફરતો હોય જેને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી ઇન્ચાર્જ પીઆઈના માર્ગદર્શન હેતઃલ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન હળવદ પોલીસ મથકના લૂંટ અને ધાડના ગુનામાં આરોપી કટિયા હમીર સીન્ગાડીયા રહે એમપી વાળો હાલ તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા ટીમને મધ્યપ્રદેશ રવાના કરી હતી જ્યાં નેગડીયા તાલુકો કલ્યાણપુરા જીલ્લા ખાતે આરોપીના રહેણાંક મકાન ખાતેથી આરોપીને ઝડપી લઈને હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે લૂંટ/ધાડના ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા ઈસમને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે