AHAVADANGGUJARAT

ડાંગ વન વિભાગ દ્વારા તમામ રેંન્જ ઓફિસોમાં “વિશ્વ વન દિવસ” ની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*આહવા ખાતે “વૃક્ષો બચાવો વરસાદ લાવો” ના સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ:*

તારીખ ૨૧ માર્ચના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા ઠેર ઠેર વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ એન. રબારી અધ્યક્ષ સ્થાને આહવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ચાલુ વર્ષે ૨૦૨૫ ની થીમ ફોરેસ્ટસ એન્ડ ફુડ આધારિત રાખવામાં આવેલ છે. જેમાં વન પ્રર્યાવરણ વિભાગ દ્રારા વિવિધ લક્ષ્યાંકો થકી દેશમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યા છે. જેમકે વન વિસ્તાર બહારના વન આચ્છાદિત વિસ્તારમાં સૌથી વઘુ – વઘારો ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે, ધનિષ્ટ ક્રાર્યક્રમ હેઠળ છેલ્લા બે વર્ષમાં ૧૮૮૬૦ હેકટર વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરી ગુજરાત રાજય દેશમાં પ્રથમ સ્થાને છે, ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ અંતગર્ત ૫૦૦૦ હેકટર વન વિસ્તારમાં વાવેતર, રાજયમાં ૨૦૦ હેકટર વિસ્તારમાં હરિત વસુંધરાં યોજના હેઠળ વન કવચ વાવેતર એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૩૧૦.૦૦ હેકટર વિસ્તાર ખેડુત થકી વાવેતરનું તથા ૧ કરોડ ટોલ  સિડલીંગ (મોટા રોપાનો ઉછેર) વિગેરે બાબતોની ગુજરાત રાજયની સિધ્ધિઓ જન-જન સુધી પ્રચાર- પ્રસાર થાય તે માટે આજરોજ આહવાના ગાંધીબાગ ખાતે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ એમ.ચૌઘરી, ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ એન.રબારી, ઉત્તર ડાંગના મદદનીશ વન સંરક્ષક સર્વેશ્રી રાહુલ પટેલ,શ્રી પરેશભાઇ ગાયકવાડ તેમજ આહવા નગર જનોની ઉપસ્થિતિમાં ગાંધીબાગથી ડિવિઝન જતી પગપાળા રૈલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રેલીમાં આહવા પૂર્વ-પશ્ચિમ રેંજના તમામ વનકર્મચારીઓ, વન લક્ષ્મીના પ્રમુખ/સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. “વૃક્ષો બચાવો વરસાદ લાવો” વગેરે અનેક સુત્રો સાથે આ રેલી યોજવામાં આવી હતી.

આ પ્રસંગે ઉત્તર ડાંગ વન વિભાગ હેઠળ આવતી તમામ રેંજોમાં આવતા ગામો તથા જાહેર સ્થળોએ મોટરસાયકલ રૈલી, સાફ-સફાઇના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. તેમજ વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દક્ષિણ નાયબ વન સરંક્ષક શ્રી રવિ પ્રસાદના માર્ગદર્શન હેઠળ પણ દક્ષિણ વન વિભાગની તમામ રેંન્જ ઓફીસોમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજરોજ વઘઈ રેંન્જમાં વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે વન કર્મી ઓ દ્વારા બારખાંધિયા ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને વન અને વન્ય પ્રાણી વિશેની શોર્ટ ફિલ્મ બતાવી હતી. તેમજ ગામમાં વૃક્ષારોપણ કરી વન જાગૃતિ અંગેની રેલી યોજવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!