અહેવાલ
અરવલ્લી : યુપી બિહાર જેવી ગુંડા ગર્દી હવે અરવલ્લી જિલ્લામાં..!! દ્રશ્યો CCTV માં કેદ થયા છે.સાઠંબા પોલીસ સ્ટેશન માત્ર તમાશો જોઈ રહી હોય તેવો ઘાટ
અરવલ્લી જિલ્લામાં પોલીસની રહેમ નજર હેઠળ અસામાજિક તત્ત્વોએ ખૌફ પેદા કર્યો છે,જેટલો પોલીસ નો ખૌફ નથી એટલો અસામાજિક તત્વોનો છે,બાયડ તાલુકાનું સાઠંબા પોલીસ આમ તો કેટલા સમયથી અસામાજિક તત્વો ને છાવરતું હોવાના આક્ષેપો વચ્ચે પંકાઈ ગયું છે,સાઠંબા સ્ટેશન હદમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાની અને પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરે ત્યારે,કોઈ જાગૃત નાગરિક ઉચ્ય કક્ષાએ રજુઆત કરેતો તેને ધોળે દહાડે તારા દેખાડી દેવાની પોલીસ અધિકારી ધમકી આપે છે,અરવલ્લી જિલ્લા પોલીસવડાના આદેશ નું પણ અધિકારીઓ પાલન કરતા નથી હોવાની રાવ ઉઠી છે,ત્યારે સાઠંબા પંથકમાં યુપી બિહાર માં જે પ્રકાર ની ગુંડા ગર્દી સર્જાય છે તેવા દ્રશ્યો CCTV માં કેદ થયા છે,પોલીસ ઘટના ને મુકપેક્ષક બનીને તમાશો જોયા કરે છે,સાઠંબા પોલીસ સ્ટેશન પાસે ના બસ સ્ટેન્ડ નજીક,પરપ્રાંતીય મર્ચ્યુરીન ની લારી ધરાવતા યુવક ઉપર અસામાજિક તત્વો તૂટી પડ્યા હતા,અસામાજિક તત્વો તેને ઢોર માર મારતા હોવાના દ્રશ્યો સીસીટીવી માં દેખાઈ રહ્યા છે,સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ નવાઈની વાત નથી,પોલીસ અધિકારી જાણે સરફિરા ફિલ્મના હીરો હોય તેમ લોકોને ધમકી આપતા હોવાની ફરિયાદો ઉઠી છે,તાકાત હોયતો અસામાજિક અને બુટલેગરોને ધોળે દિવસે તારા દેખાડો તો,પ્રજા પણ ભય મુક્ત બને,પરપ્રાંત માં થી પોતાનું પેટીયું રડવા આવતા અને મંચુરિયન બનાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા ધનધાર્થી ને માર મારવામાં આવે એ કેટલું યોગ્ય છે,એ દોષિત હોય તો કાયદાની રુહે કાર્યવાહી કરાવો,કેમ લોકો કાયદો હાથ માં લે છે,જેવા અનેક સવાલો પોલીસ સામે ઉઠ્યા છે,હુમલા ના દ્રશ્યો જોઈ તમે પણ ચોંકી ઉઠશો,મારુતિ કારથી રિવર્સ કરીને શખ્સ દ્વારા ટક્કર મારવુ,આ ગુંડા ગર્દી નથી તો શું છે..? આ,પોલીસ વડા પણ આ બાબતે સત્યતા ચકાસી કડક માં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.