Halvad:હળવદના સુંદરીભવાની પાસેથી પકડાયેલ ખનીજ ચોરીમાં મોટી રકમનો દંડ ફરમાવતુ ખાણ ખનીજ તંત્ર!
Halvad:હળવદના સુંદરીભવાની પાસેથી પકડાયેલ ખનીજ ચોરીમાં મોટી રકમનો દંડ ફરમાવતુ ખાણ ખનીજ તંત્ર!
રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી
હળવદ પંથકમાં રેતી, સફેદ અને લાલ માટીના ખનન અને વહન સામે ખાણખનીજ વિભાગે લાલ આંખ કરી છે. જેમાં ખાણ ખનીજ વિભાગને મળેલી બાતમીના અનુસંધાને હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે દરોડો પાડતા બે હિટાચી મશીન અને એક ડંમ્પર ઝડપી પાડ્યું હતું. આ ઝડપાયેલા ડમ્પર અને હિટાચી મશીનને ખનીજ વિભાગે લાખોનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ હળવદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની પાસે માટી નાં ખનન દરમિયાન ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી ત્યાંથી બે હિટાચી મશીન અને એક ડંમ્પર ઝડપી પાડ્યા હતા. જેમાં બન્ને હિટાચી મશીનોને રૂપિયા ૩.૫૪ લાખ અને ૪.૫૮ લાખનો દંડ ફટકાર્યો હતો. તો સાથે જ તેની સાથે ઝડપાયેલા ડમ્પર નંબર જીજે 36 એક્સ 3058 ને પચાસ હજારથી વધુનો દંડ ફટકાર્યો હતો આમ ખાણખનીજ વિભાગની દંડનીય કાર્યવાહીથી ખનીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.