GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો

 

MORBI:મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો

 

 

 

 

 

*મોરબી જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર ૭૨ હજાર હેક્ટર વિસ્તાર, મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૧૪૫૦ રહેશે; હેક્ટરદીઠ વધુમાં વધુ ૧૨૫ મણ જથ્થાની ખરીદી કરાશે

જિલ્લામાં અંદાજિત ૨૬ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે; વેચાણ કેન્દ્રો ખાતે સીસીટીવી, pos મશીન વજન કાંટો, ગ્રેડર મોઈશ્ચર મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ; ખેડૂતો માટે પીવાના પાણીની બેસવાની પાર્કિંગની વ્યવસ્થાઓ

સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબીમાં મોરબી અને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ.૧૪૫૦ પ્રતિ કિલોગ્રામ ના ભાવે ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હેક્ટરદીઠ વધુમાં વધુ ૧૨૫ મણ જથ્થાની ખરીદી કરાશે.

ખેડૂતોને પોતાની મગફળી કેન્દ્રો પર લાવવા એક દિવસ અગાઉ SMS દ્વારા જાણ કરવામાં આવશે. દરેક ખેડૂતોને વિનંતી કે પોતાનો જથ્થો સાફ કરીને લાવે જેથી વેચાણ કેન્દ્ર ખાતે ગુણવત્તા માટેની વ્યવસ્થા જળવાઈ રહે. ઉપરાંત મગફળી સુકવીને લાવવી જેથી મગફળી સરકારના ધારા ધોરણ મુજબ આવે.

જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર ૭૨ હજાર હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જેમાંથી અંદાજિત ૨૬ હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવેલ છે.

ટેકાના ભાવે મગફળી વેચવા ઉભા કરવામાં આવેલા જિલ્લાના વેચાણ કેન્દ્રો ખાતે સીસીટીવી, pos મશીન વજન કાંટો, ગ્રેડર મોઈશ્ચર મશીન સહિતની સુવિધાઓ અને ખેડૂતો માટે પીવાના પાણીની બેસવાની પાર્કિંગની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેઓ મોરબી જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!