ANANDANAND CITY / TALUKO

આણંદ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો

 

 

તાહિર મેમણ – આણંદ – 08/12/2023- શુક્રવાર :જી.સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત અને આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, આણંદ શાસનાધિકારીશ્રીની કચેરી તથા આણંદ જિલ્લા પંચાયતના સયુંકત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.

 

વલાસણ ખાતે બે દિવસ દરમિયાન યોજાનાર આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ૯૯ શાળાની ૧૧૭ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. જેમાં કુલ ૨૩૪ વિદ્યાર્થીઓ તેમજ ૧૧૭ શિક્ષકઓએ જુદા જુદા ૫ વિભાગોમાં તેમની કૃતિઓ રજુ કરી છે. આ પ્રદર્શન જિલ્લાની તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં આજે તા. ૦૯/૧૨/૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય મિલેટ વર્ષ અનુસંધાને પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સંકલન અને આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણના પ્રાચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિજ્ઞાન સલાહકારશ્રી ઉત્પલાબેન મહેતા, બોરસદ તાલુકાના બી.આર.સી અને સી.આર.સી.સી. અને આણંદ તાલુકાના સી.આર.સી.સી. તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!