
નરેશપરમાર -કરજણ 
કરજણ તાલુકાની લીલોડ માધ્યમિક શાળા ના બાળકો રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધામાં પ્રથમ આવીયા
NCERT નવી દિલ્હી અને NPEP ના સંયુક્ત ગુજરાત રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધામાં લીલોડ સરકારી માધ્યમિક શાળા ના બાળકો પ્રથમ આવ્યા
NCERT નવી દિલ્હી અને NPEP ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધા નું આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાયખડ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં વડોદરા જિલ્લાની સરકારી માધ્યમિક શાળા લીલોડ તાલુકો કરજણ જીલ્લો વડોદરા એ રાજ્યકક્ષાએ ભાગ લીધેલ હતો જેમાં રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો આ સ્પર્ધા માં ભાગ લેનાર બાળકો,પટેલ વાની સુધીરભાઈ,રાજપૂત પ્રજ્ઞા ધર્મેન્દ્રસિંહ,પટેલ દ્રષ્ટિ યતીનભાઈ,માછી જય પિયુષભાઇ,માછી આશિષ મહેશભાઈ, માછી પ્રતીક નટવરભાઈ,પટેલ શુભમ કેયુરભાઈ આ સ્પર્ધા માં ખુબ સરસ પ્રદર્શન કરવા બદલ શાળાના આચાર્યશ્રી કે બી પરમાર સાહેબ તેમજ સમગ્ર ગ્રામજનો હર્ષ ની લાગણી અનુભવે છે અને વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી અનિલ કુમાર એમ પરમાર તથા મિતલબેન આર પટેલ ને શુભેચ્છા પાઠવે છે અને હવે ગુજરાત રાજ્ય તરફથી દિલ્હી ખાતે પ્રતિનિધિત્વ કરશે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે





