કિરીટ પટેલ બાયડ
બાયડ માં આવેલ જય અંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના જન્મદિન નિમિત્તે મંદ બુદ્ધિ વ્યક્તિઓને ભોજન કરાવવામાં આવ્યું જેમાં બાયડ નગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિત્તે બાયડ શહેર તથા તાલુકા ભાજપ સંગઠન દ્વારા જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર તથા પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે દીપ પ્રગટાવીને કેક કાપી તથા દિવ્યાંગોનો જમણવાર કરી ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના બાયડ શહેર સંગઠન તેમજ બાયડ તાલુકા સંગઠન તથા નગરપાલિકા,તાલુકા પંચાયત સદસ્યો તેમજ આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.