AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના બેડમિન્ટનનાં ખેલાડીઓ ગાંધીનગર ખાતે ડંકો વગાડી ડાંગનું ગૌરવ વધાર્યું…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના બેડમિન્ટનનાં ખેલાડી અખિલ ભારતીય મુલકી સેવા  બેડમિન્ટન પસંદગી ગાંધીનગર ખાતે સ્પર્ધા ઉત્કર્ષ દેખાવ કરી ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા -2025 સચિવાલય જીમખાના સેક્ટર-21 ગાંધીનગર ખાતે તારીખ 14 જુલાઈથી 17 જુલાઈ એમ ત્રણ દિવસ સ્પર્ધા  યોજવામાં આવી જેમાં ડાંગ જિલ્લા ના કુલ 7 ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં ડી.એચ.ઓ. હિમાંશુ ગામીત, પ્રજેશભાઈ ટંડેલ, નીતુસિંહ ગૌત્તમ, ડૉ. રજનીકાંત, શૈલેષભાઈ ગાવિત, હિરેનભાઈ પટેલ,અને ધર્મિષ્ઠાબેન પટેલ એ ભાગ લીધો હતો આ  બેડમિન્ટન સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર  2 ખેલાડીઓ શૈલેષભાઇ ગાવિત અને નીતિસિંહ ગૌત્તમ નેશનલ માટે ગુજરાત સચિવાલય ની ટીમમાં પસંદગી પામ્યા અને તેઓ આગામી સંભવિત દિલ્લી ખાતે ડિસેમ્બર -2025 મા ગુજરાત નુ પ્રતિનિધિત્વ કરશે.તથા હિરેનભાઈ પટેલે શ્રેષ્ઠ પ્રદર્શન કરી 10 મુ સ્થાન હાંસલ કરીને વેઈટીંગ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું.આમ ડાંગ જિલ્લાના ખેલાડીઓ એ સતત ચોથીવાર બાજી મારી ડાંગ જિલ્લાનું તેમજ ડાંગ જિલ્લાના તમામ કર્મચારીઓ નુ ગૌરવ વધાર્યું છે.

Back to top button
error: Content is protected !!