MORBI:મોરબીની આયુષ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ ટીમનું ચેકિંગ શરૂ
MORBI:મોરબીની આયુષ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ ટીમનું ચેકિંગ શરૂ
અનેક દર્દીઓને તગડા પૈસા પડાવતા કૌભાડ નું પ્રકાશમાં આવશે કે ભીનું સંકેલાઈ જશે!!! એ તો આવનાર સમય કહેશે…
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબીમાં જુના બસ સ્ટેન્ડ નજીક ભૂતકાળમાં પણ અખબારોના સમાચારો બની ચૂકેલી આયુષ હોસ્પિટલ ફરી વિવાદના ઘેરાઓમાં આવી છે જેમાં અમદાવાદની ખ્યાતિ કાર્ડ જેવી ઘટના પ્રકાશમાં આવવાના સંકેતો હોય તેમ વ્યાપક ફરિયાદ અને અખબારોના અહેવાલથી જિલ્લા કક્ષાનું આરોગ્ય ખાતુ આયુષ હોસ્પિટલમાં ત્રાટક્યું છે જેથી મન ફાવે તેવી ત્રગડી ફી વસૂલી દર્દીઓ સાથે કરેલી કારી કમાણી નું કાળું નાણું પ્રકાશમાં આવે તેવી ચર્ચાઓ ખાનગી હોસ્પિટલોમાં ચર્ચા ના ચકડોળે ચડી છે જેમાં માનવ પ્રજા રોગમુક્ત બને તત્કાલ સુવિધા ખાનગી હોસ્પિટલમાં મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ આપી દર્દીઓના દર્દ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેમાં કાળા માથાના માનવી કાળી કમાણી કરવાની લાયમાં ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરો પણ ધનવાન થવાની લાઈમાં માનવતા ને નેવે મૂકી કાળી કમાણી કરવાની ફિરાગ માં આયુષ હોસ્પિટલ ની પ્રતિષ્ઠા ને કાળા કામો કરનારા સ્ટાફ ના પાપે અખબારો ના સમાચાર બની છે જેની કાળી કમાણી નો પ્રદાફાસ કરવા આરોગ્ય વિભાગ મોરબીની આયુષ હોસ્પિટલમાં ત્રાટકી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે જે આરોગ્ય ટીમ આયુષ હોસ્પિટલના કૌભાડ પ્રકાશમાં આવશે કે ભીનું સંકેલા સે એતો સમય કહેશે હાલ મોરબીમાં પ્રાથમિક સુવિધા ની સાથે સાથે પ્રાથમિક સારવાર મા મોરબીની પ્રજા પરેશાન બની છે