ગીર ગઢડાના નામ. પ્રિન્સિપલ સિવિલ કોર્ટ દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી.
ગીર ગઢડા, પ્રિન્સિપલ સિવિલ કોર્ટ, ગીર ગઢડાએ ૭૬ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરી.
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડાના નામ. પ્રિન્સિપલ સિવિલ કોર્ટ દ્વારા ૭૬ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી.
ગીર ગઢડા, પ્રિન્સિપલ સિવિલ કોર્ટ, ગીર ગઢડાએ ૭૬ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરી.
આ કાર્યક્રમમાં સિવિલ પ્રીન્સિપાલ જજ સાહેબ વરછરાજાણી , ગીર ગઢડા કોર્ટના રજીસ્ટાર એસ.પી.ચાવડા તેમજ ગીર ગઢડા બાર એશોસિયેશનના પ્રમુખ વકીલ.એસ. એસ.ઝવેરી, વકીલ એન. એ.ગોહિલ, આર. એ.હોથ તથા બાર એસોસિએશનના વકીલશ્રીઓ તથા ગીર ગઢડા પોલીસ સ્ટાફ, કોર્ટ સ્ટાફ હાજરી આપી હતી.
ઉજવણીની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવીને થઈ હતી, ત્યારબાદ પ્રિન્સિપલ સિવિલ જજ વચ્છરાજાણી સાહેબ તથા ગીર ગઢડા બાર એસસિયેશનના પ્રમુખ વકીલ એસ.એસ.ઝવેરી દ્વારા પ્રજાસત્તાક દિવસના મહત્વ અને બંધારણને જાળવી રાખવામાં ન્યાયતંત્રની ભૂમિકા પર પ્રકાશ પાડતું ભાષણ આપ્યું હતું