TANKARA:ટંકારા સબ રજીસ્ટાર કચેરીની કામગીરી રેગ્યુલર કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત
TANKARA:ટંકારા સબ રજીસ્ટાર કચેરીની કામગીરી રેગ્યુલર કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત
(હર્ષદરાય કંસારા ટંકારા) ટંકારા બાર એસોસિએશન નવા વરાયેલ પ્રમુખ સંજયભાઈ ભાગીયા દ્વારા ટંકારા સબ રજીસ્ટાર કચેરીની કામગીરી રેગ્યુલર કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે.
રજૂઆતમાં જણાવેલ છે એ ટંકારા ખાતે વર્ષ 2011 થી સબ રજીસ્ટાર કચેરી ચાલુ છે. છેલ્લા ઘણા મહિનાઓથી સબ રજીસ્ટાર કચેરી અઠવાડિયાના કામગીરી નાબધા દિવસોમાંથી બે દિવસ જ દસ્તાવેજની ખરીદ વેચાણની નોંધણી કામગીરી કરે છે.
ટંકારા માં નગરપાલિકાનું દરજ્જો છે ટંકારા તાલુકા માં 46 ગામડા આવેલા છે ટંકારામાં પોલિપેક ઉદ્યોગ તથા જીનીગ ઉદ્યોગ , છત્તર જીઆઇડીસી વસાહત જેવા એકમો કાર્યરત છે ટંકારા તાલુકા વિસ્તાર ઔદ્યોગિક રીતે વિકસિત થઈ રહે છે જેના લીધે જમીન મકાનના ખરીદ વેચાણનો દસ્તાવેજનો પ્રમાણ ખૂબજ છે .અગાઉ સબ રજીસ્ટર કચેરીમાં કામના બધા દિવસોએ દસ્તાવેજ ખરીદ વેચાણને કામગીરી થતી હતી પરંતુ હાલમાં ફક્ત બે દિવસ અઠવાડિયામાં દસ્તાવેજની કામગીરી થાય છે .પરિણામે લોકો અરજદારો ભારે મુશ્કેલીઓ અનુભવી રહે છે. સરકાર ને સ્ટેમ્પ ડ્યુટી નું આવક માં નુકસાન થાય છે .આથી ટંકારા સબ રજીસ્ટાર કચેરીમાં અગાઉની જેમ કામના બધા દિવસોએ દસ્તાવેજની કામગીરી રેગ્યુલર કરી આપવા રજૂઆત કરેલ છે