GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:અખિલ ભારતીય ચારણ-ગઢવી સમાજ દ્વારા ચાલકના ધામ ખાતે ભવ્ય મહોત્સવનું ઐતિહાસિક આયોજન

MORBI:અખિલ ભારતીય ચારણ-ગઢવી સમાજ દ્વારા ચાલકના ધામ ખાતે ભવ્ય મહોત્સવનું ઐતિહાસિક આયોજન

 

 

શ્રીકાંત પટેલ,મોરબી


અખિલ ભારતીય ચારણ-ગઢવી સમાજ આયોજીત ચાલકના જી. બાડમેર, રાજસ્થાન ખાતે આગામી તા.૧૫/૧૬ નવેમ્બર 2024ના રોજ ચાલકના ધામ મહોત્સવના ભવ્ય ઐતિહાસિક આયોજન અંતર્ગત સમગ્ર ભારતવર્ષના ચારણી સાહિત્ય ના વિદ્વાનો, વિવેચકો, સંશોધકો ના ગૌરવમય સન્માનોનો જાજરમાન કાર્યક્રમ યોજાશે. જેમા મોરબીના ચારણી સાહિત્ય ના પ્રખર વિવેચક, સંપાદક, સાહિત્યકાર, ચારણ સમાજ ના અગ્રણી અને ABCGMY ના અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવી (હજનાળી)નુ ચારણી સાહિત્ય સંપાદન સંશોધન અને વિવેચન ક્ષેત્રે પ્રદાન બદલ સાહિત્યિક સન્માન કરવામા આવશે. ત્યારે મોરબી વિસ્તાર ના સાહિત્ય પ્રેમીઓ સર્વ શ્રી ડૉ. ભાવેશ જેતપરીયા, ડૉ. લક્ષમણ કંજારીયા , પુર્વ એડીશનલ કલેકટર શ્રી પ્રભાતદાન બારહટ, પુર્વ GAS શ્રી રતનદાન બારહટ, સ્વરાંગનના શ્રી હંસરાજભાઈ ગામી, મોરબી ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા, રાજકિય અગ્રણી શ્રી નિર્મળભાઈ જારીયા, શ્રી પ્રફુલભાઈ બારહટ, શ્રી પ્રભાતદાન મિસણ, યુવા ઉદ્યોગપતિઓ શ્રી કુલદિપદાન રોહડિયા, શ્રી દિનેશભા ગુઢડા, સરપંચશ્રી મહેશભાઇ પારેજીયા, શ્રી વિજયભા રતન, શિક્ષણવિદ શ્રી સંજયભા નાંદણ,
ડૉ. પ્રવિણદાન બારહટ તથા ચારણ ગઢવી સમાજ તરફથી ડૉ.કિશોરદાન ગઢવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!