MORBI:મોરબી “કોર્ટનો ઐતિહાસિક ચુકાદો” ટ્રક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસના આરોપીનો નિદોર્ષ છુટકારો

MORBI:મોરબી “કોર્ટનો ઐતિહાસિક ચુકાદો” ટ્રક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસના આરોપીનો નિદોર્ષ છુટકારો
મોરબી ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં મોરબી જિલ્લામાં સૌથી ચકચારી ટુક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસ ના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણનો પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજશ્રી શ્રીવાસ્તવ સાહેબનો ઐતીહાસીક ચુકાદો આરોપી નિર્દોષ જાહેર.
મોરબી સીટી એ ડીવી પોલીસ તા. ૩૧/૦૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીએ પોતાના હવાલાનુ ટ્રક જેનો રજી. નં. જીજે-૦૧-એક્ષ -૩૩૮૮ વાળ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી બેદરકારીથી ફરીયાદીના પત્નિ સાહેદને ટકકર મારી પાડી દઈ માથામાં પાછળના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવી આરોપીએ ગુનો કરેલ બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણ નાઓની ધરપકડ કરી આરોપી વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૨૭૯, ૩૦૪ (એ) તથા એમ.વી. એકટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી વતી મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે સાહેદોના સી.આર.પી.સી. કલમ-૧૬૪ ના નીવેદનો લીધેલા છે અને બનાવ સ્થળેના સી.સી.ટી.વી. ફુટેજ પણ લેવામાં આવેલ હોય તથા નજરે જોનાર સાહેદોના નિવેદનો પણ લેવામાં આવી હોય તેમ છતા પણ ફરીયાદ પક્ષ તેનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ કામે તપાસ કરનાર અધીકારી એ આ જે તેનો કોઈ આધાર પુરાવો આ કામે રજુ રાખેલ નથી તેમજ તપાસ કરનાર અધીકારીએ બનાવ સ્થળેના સી.સી.ટી.વી. ફુટેજ રજુ રાખેલ છે તેમાં પણ આરોપી ટ્રક ચલાવતા હોય તેવુ સ્પષ્ટ પણે જણાય આવતુ નથી જેના આધારે આરોપીને સજા ન થઈ શકે. બચાવ પક્ષે વધુ દલીલ કરવામાં આવેલ કે શંકા કયારેય સાબીતીનુ સ્થાન ન લઈ શકે તેમજ નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે કોઈ પણ કેસમાં મોટીવ સાબીત કરવો જ પડે તોજ સજા થઈ શકે આમ બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના અનેક ચુકાદા રજુ કરેલ તે તમામ ચુકાદા તથા દલીલોને માન્ય રાખી તથા ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ તેમજ એવુ પણ નોંધેલ કે ફરીયાદ પક્ષના કેસમાં ઘણી વખત ખામી રહેલ હોય જેથી આરોપીને સજા થઈ શકે નહી.
આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.






