MORBI મોરબીના વિશ્વેશ્વર મહાદેવ મંદિરે 25 વર્ષ પૂર્ણ થતા હોમાત્મક લઘુરુદ્ર આયોજન

MORBI મોરબીના વિશ્વેશ્વર મહાદેવ મંદિરે 25 વર્ષ પૂર્ણ થતા હોમાત્મક લઘુરુદ્ર આયોજન
મોરબી માં આવેલ વિશ્વકર્મા સોસાયટી નીલકંઠ સ્કૂલ સામે રવાપર રોડ મોરબી માં વિશ્વેશ્વર મહાદેવ નુ મંદિર આવેલ છે.આં મંદિર ની સ્થાપના ને ૨૫ વર્ષ પૂરા થયા છે. તો આ નિમિતે શિવરાત્રિ અને તાં ૨૬.૨.૨૫ ને બુધવારે નાં શુભ દિવસે સોસાયટી નાં તમામ સભ્યો સાથે મળી અને જબરદસ્ત હોમાત્મક. લઘુ રુદ્ર નું આયોજન કરેલ છે.સિલ્વર જ્યુબીલી માટે ભવ્ય પાટોત્સવ મહાદેવ નો ઉજવવા નો છે.જેમાં સવારે ૮ થી સાંજે ૫ સુધી હવન ચાલશે.અને બને ટાઈમ તમામ સભ્યો ને જમવાનું સહ પરિવાર આયોજન કરેલ છે.આં પ્રસંગે બગથળા નકલંક મંદિર નાં મહંત શ્રી દામજી ભગત આશીર્વાદ આપવા માટે પધારશે. આ પાટોત્સવ મહાદેવ નાં મંદિર ની સામે મંડપ ઊભો કરી ને ભવ્યાતિત ભવ્ય રીતે ઉજવવા નું આયોજન કરેલ છે.વિશ્વકર્મા સોસાયટી નાં પ્રમુખ શ્રી એ.કે. ઠોરીયા ની યાદી જણાવે છે.






