GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વારા એક્ષપોઝર વિઝીટ – શૈક્ષણિક પ્રવાસા આયોજન કરવામાં આવ્યું 

TANKARA પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વારા એક્ષપોઝર વિઝીટ – શૈક્ષણિક પ્રવાસા આયોજન કરવામાં આવ્યું

 

 

 


પી.એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાના ધો. 6 થી 8 ના બાળકો માટે પી. એમ. શ્રી સ્કૂલ અંતર્ગત એક્ષપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના તમામ બાળકોને શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન મળી રહે તેવાં હેતુથી “રાજકોટ ડેરી-ગોપાલ ડેરી”* ની મુલાકાત લીધી જેમાં બાળકોને રાજકોટ ડેરીની તમામ બનાવટ વિશેની માહિતી આપવામાં આવી અને દૂધનું મહત્વ સમજાવવામાં આવ્યું.


ત્યારબાદ બાળકોને અતિપ્રિય એવા “બાલાજી વેફર્સ” ના યુનિટની મુલાકાત લેવામાં આવી જેમાં બાળકોને બટેટામાંથી વિવિધ વેફર્સ કઈ રીતે બને છે તેની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી.ત્યારબાદ તમામ બાળકોને ખૂબ જ મનોરંજન મળી રહે તે માટે રાજકોટની “કોસ્મોપ્લેક્સ સિનેમામાં “છાવા” જેવું ઐતિહાસિક મુવી બતાવવામાં આવ્યું અને ત્યાંથી રાજકોટ સ્માર્ટ સિટી માં બનેલ “અટલ સરોવર “ની મુલાકાત કરવાવામાં આવી.આ સાથે તમામ બાળકો માટે સવારે નાસ્તો, બપોરે ભરપેટ ભોજન અને રાત્રીનું ભોજન પણ સાથે વ્યવસ્થા કરવામાં આવી… આ સમગ્ર પ્રવાસમાં બાળકોને ખૂબ જ ઉપયોગી માહિતી મળી અને બધા બાળકોએ ખૂબ જ મજા માણી… આ પ્રવાસના સમગ્ર આયોજનમાં શાળાના શિક્ષકો માયાબેન કાવર, ભારતીબેન દેત્રોજા, રેખાબેન આરદેશણા અને કેતનભાઈ આદ્રોજાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી જે બદલ આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

Back to top button
error: Content is protected !!