MORBI:સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા આયોજિત અનુ જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
MORBI:સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા આયોજિત અનુ જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા આયોજિત અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ સાથે નવનિયુક્ત કર્મચારી દાતાશ્રીઓ નું અભિવાદન અને પારીવારીક સંગઠનાત્મક સ્નેહમિલનની અભૂતપૂર્વ સફળતા અને ભવ્યાતિભવ્ય આયોજન નો વિરલ કીર્તિમાન
મોરબી જિલ્લા પંચાયતના યશશ્વી મહિલા પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સવિશેષ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા હીરાલાલ ટમારીયા, અશોકભાઈ ચાવડા, અનુ. જાતિ કલ્યાણ નિયામક અતુલભાઈ છાસિયા કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ ગોહેલ, ગૌતમભાઇ સોલંકી સાહિત ના તમામ મહાનુભાવોએ બંધારણ ના ઘડવૈયા, ક્રાંતીવીર, યુગપુરૂષ ડો. બાબા સાહેબ આંબેડકરજી ના ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય પુરુષાર્થ લક્ષ્યસિધ્ધિ વિઝન અને મિશન ના આયામો ને બિરદાવી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજ ને બાબા સાહેબ ના ભગીરથ પ્રયત્નો માથી શીખ લેવા અનુરોધ કરેલ ૧૫૦ વિધાર્થીઓ દાતાશ્રીઓ નવનિયુક્ત કર્મચારીઓ ના સામુહિક અભિવાદન થી જાણે કે સંગઠનાત્મક ત્રિવેણી સંગમ રચાયો હોય એવાં ભવાત્મક દ્રષ્યો નિહાળી સૌ ગૌરવાંવિત થયેલ.ગુજરાત ના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર, લેખક પ્રોફેશર ડો. સુનિલ જાદવે પોતાની આગવી લક્ષણિક શૈલીમા બાબા સાહેબ ના સમગ્ર વ્યકિતત્વની ગૌરવગાથા દર્શાવી, વિદ્યાર્થીઓ અતિથીઓ, પ્રેસ મીડિયા સર્વને પ્રભાવિત કરેલ ડો. સુનિલ જાદવનું પ્રેરણાત્મક ઉદબોધન નવી પેઢી ના નિર્માણ માટે અનન્ય સંદેશ બન્યો તે હકીકત છે
સમગ્ર કાર્યક્રમ નું સંચાલણ ડો. શૈલેષભાઈ સી. રાવલ તથા લારાબેન પરમારે કરેલ આ રચનાત્મક ભવ્યાતિભવ્ય કાર્યક્રમની જ્વલંત સફળતા માટે સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા ના તમામ સદસ્યોએ અથાગ પરિશ્રમ કરી સન્માન સમારોહ ની ડો. બાબા સાહેબ ના દિવ્ય વિચારો નું અમલીકરણ કરેલ…