GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીGRUDA–2022) અંતર્ગત અનધિકૃત બાંધકામોના નિયમિતકરણ માટે અરજીઓમાં સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય 

 

MORBI:GRUDA–2022) અંતર્ગત અનધિકૃત બાંધકામોના નિયમિતકરણ માટે અરજીઓમાં સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય

 

 

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ Gujarat Regularization of Unauthorized Development Act–2022 (GRUDA–2022) અંતર્ગત અનધિકૃત બાંધકામોના નિયમિતકરણ માટે અરજીઓ કરવાની સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા નાગરિકો વિવિધ વહીવટી અને તકનિકી કારણોસર નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શક્યા ન હોવાને કારણે, જાહેરહિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ સમયમર્યાદા વધારવામાં આવી છે. આ નિર્ણયના પરિણામે મોરબી શહેર સહિત રાજ્યભરના પાત્ર નાગરિકોને અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની વધુ એક તક પ્રાપ્ત થશે અને કાયદેસર રીતે તેમના બાંધકામ સંબંધિત દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી શકાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ પાત્ર અરજદારોને સૂચિત સમયમર્યાદામાં GRUDA–2022 હેઠળ અરજી કરી જરૂરી દસ્તાવેજો રજૂ કરીને નિયમિતકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા જાહેર અપીલ કરવામાં આવે છે તેમજ વધુ માહિતી માટે મહાનગરપાલિકાની સંબંધિત શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

આ સાથે જાહેર સલામતી અને નિયમોના પાલનના હેતુસર મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગત અઠવાડિયે મોરબી શહેરમાં આવેલ હોટલો તેમજ શાળાઓની સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી S.O.P. મુજબ વ્યાપક ચકાસણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઇમારતની મંજૂરી, ફાયર સેફ્ટી, પાર્કિંગ, માળખાકીય સલામતી તથા અન્ય આવશ્યક નિયમોની તપાસ કરવામાં આવી હતી. આ ચકાસણી પ્રક્રિયાના અનુસંધાને મોરબી શહેરની વિવિધ હોટલોની વિગતવાર ચકાસણી આગામી સમયમાં તબક્કાવાર રીતે કરવામાં આવનાર છે અને જ્યાં પણ સરકારશ્રીના નિયમો કે S.O.P.નો ભંગ જોવા મળશે ત્યાં નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ સંસ્થાઓ, વિકાસકારો તથા વ્યવસાયિક એકમોને સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ નિયમો અને માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવા જાહેરહિતમાં અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!