
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ:તા.૧૮,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલી રહેલ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અને તા. ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત, ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ તેમજ સરકારી માધ્યમિક શાળા લિંગા ખાતે યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલી રહેલ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંગે સમજણ આપી યોગાભ્યાસ કરાવ્યાં હતાં.આ ઉપરાંત સરકારી માધ્યમિક શાળા લિંગા ખાતે પણ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટરની ઉપસ્થિતિમાં IDY પ્રોટોકૉલ શિબિર યોજવામાં આવી હતી.




