HALVAD:હળવદમાં ફરી એક વખત શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો એ મહર્ષિ સોસાયટીમાં ધામા નાખ્યા:પોલીસ ઊંઘમાં?

HALVAD:હળવદમાં ફરી એક વખત શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો એ મહર્ષિ સોસાયટીમાં ધામા નાખ્યા: પોલીસ ઊંઘમાં?
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ જાણે તરખાટ મચાવ્યો છે. કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરો એક પછી એક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
હળવદની જાણીતી મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોએ મચાવેલા તરખાટની લાઈવ તસવીરો CCTV કેમેરામાં કેદ થઈ છે. ત્રણ અજાણ્યા તસ્કરો મોઢે રૂમાલ બાંધી બિન્ધાસ્ત રીતે ચોરી કરતા હોવાનું દેખાય છે. નવાઈની વાત તો એ છે કે, તસ્કરો હવે માત્ર સોના-ચાંદી જ નહીં પણ બાળકોના ગલ્લા અને માત્ર ૬૦૦ રૂપિયા જેવી નાની રકમ માટે પણ મકાનો ફંફોસી રહ્યા છે. આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.રાણેકપર રોડ પર અગાઉ વેપારીની આંખમાં મરચું નાખીને થયેલી લૂંટ હોય કે રહેણાંક મકાનોમાં થતી ચોરી, આ વિસ્તાર તસ્કરો માટે ‘હોટ ફેવરિટ’ બની ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસનું નાઈટ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ ચાલે છે. જો ખરેખર પેટ્રોલિંગ થતું હોય, તો તસ્કરો આટલી હિંમત કેવી રીતે કરી શકે?
મુખ્ય સવાલો જે હળવદની જનતા પૂછી રહી છે: વારંવાર ચોરીના બનાવો છતાં હળવદ પોલીસ કોની રાહ જોઈ રહી છે? CCTV ફૂટેજ હોવા છતાં તસ્કરો કેમ હજુ પોલીસ પકડથી બહાર છે? શું સામાન્ય નાગરિકોએ હવે પોતાની સુરક્ષા માટે જાગરણ કરવું પડશે? મહર્ષિ ટાઉનશીપમાં થયેલી આ બીજી ચોરીની ઘટનાએ પોલીસની નિષ્ક્રિયતા પર મહોર મારી દીધી છે. એક તરફ જનતા ઠંડીમાં ઠરતી રહી છે અને બીજી તરફ તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે








