HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદમાં ભુંડ પકડવા બાબતે યુવક સહિત ત્રણ વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

HALVAD- હળવદમાં ભુંડ પકડવા બાબતે યુવક સહિત ત્રણ વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

 

 

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવક તથા સાહેદો ભુંડ પકડવા ગયેલ હોય ત્યારે ત્રણ શખ્સોએ ગાડી ભટકાડી નુકસાન કરેલ જેથી આરોપીઓએ યુવકને અરજી પાછી ખેંચી લેવા તથા ભુંડ પકડવા બાબતે યુવક તથા સાહેદો લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામા જનતા જીન પાસે રેલવે સ્ટેશન પાછળ રહેતા જોગીન્દ્રસિંહ ગુરમુખસિંહ ટાંક (ઉ.વ.૨૯) એ આરોપી મહેંદ્રસિંઘ બીશનસિંઘ બગ્ગા રહે. વાંકાનેર, જીતસિંઘ પ્રધાનસિંઘ ટાંક રહે ધાંગધ્રા, બહાદુરસિંઘ કરતારસિંઘ ભાદા રહે ચુપણી મુળ વાકાનેરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ હળવદના ભવાની નગર ઢોરામા ભુંડ પકડવા આવેલ હોય ત્યારે આરોપી મહેન્દ્રસિંઘએ પોતાની ગાડી સાહેદની ગાડી સાથે ભટકાડી નુકશાન પહોંચાડી આરોપીઓએ ભુંડ પકડવા તેમજ અરજી પાછી ખેચવા બાબતે ફરીયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરી ગાળો દઈ આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદ ત્રીલોક અને બળદેવને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!