GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદ ટાઉનમાં ઘરેથી પૈસા ન આપતા યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો.

HALVAD:હળવદ ટાઉનમાં ઘરેથી પૈસા ન આપતા યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો.
હળવદમાં રાણેકપર રોડ સહજાનંદ સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ભીંડ જીલ્લાના ગૌરમ ગામના વતની વિવેકભાઈ માખનસીંગ બઘેલ ઉવ.૨૨ એ ઘરે પૈસા માગ્યા હતા પરંતુ પૈસા ન મળતાં મનોમન લાગી આવતા ગત તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ માળીયા હાઈવે પી.બી. કોટન મિલ પાછળ નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું. જે બાદ મૃતકની ડેડબોડી કેનાલના નાળામાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે હકવાડ પોલીસની તપાસમાં મૃતકના પિતા માખનસીંગ અગતસીંગ બઘેલની પૂછપરછમાં તેઓ દ્વારા આપવામાં આવેલ પ્રાથમિક વિગતોને આધારે પોલીસે અ. મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.






