GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચરિત્ર બાબતે શંકા રાખી પરિણીતા પર સસરા, પતિ અને દિયરનો હુમલો

 

 

MORBI:મોરબી ચરિત્ર બાબતે શંકા રાખી પરિણીતા પર સસરા, પતિ અને દિયરનો હુમલો

 

​મોરબી: શહેરના દલવાડી સર્કલ નજીક એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાના ચરિત્ર પર ખોટી શંકા કરી તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

​પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા મનિષાબેન દિલીપભાઈ ડાભી (ઉ.વ. ૩૦) એ પોતાના જ પરિવારના સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આરોપીઓ દેવકરણભાઈ નારાયણભાઈ (સસરા),​દિલીપભાઈ દેવકરણભાઈ (પતિ),જગદીશભાઈ દેવકરણભાઈ (દિયર) હુમલાનું કારણ અને ઈજાઓ ફરિયાદી મનિષાબેને જણાવ્યું હતું કે, તેમના પતિ, સસરા અને દિયરે તેમના ચરિત્ર પર ખોટી શંકા કરી હતી. આ બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ગાળો ભાંડી હતી અને ઉશ્કેરાઈને મનિષાબેન પર હુમલો કર્યો હતો.આરોપીઓએ લોખંડના હથોડા વડે હુમલો કરતા મનિષાબેનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
​તેમજ માથાના વાળ ખેંચી ઢોર માર મારવામાં આવ્યો હતો.
​પોલીસ કાર્યવાહી આ ઘટના બાદ ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!