GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહેન્દ્રનગરમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું 

MORBI મોરબીના મહેન્દ્રનગરમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

 

​ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં ૨૮ વર્ષીય યુવાને પોતાના જ ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. આ બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મહેન્દ્રનગર હળવદ રોડ પર આવેલા રામેશ્વર પાર્ક પાસેના સમૃદ્ધિ પેલેસ (બ્લોક નં. ૭૦૧) માં રહેતા જયદીપભાઈ ચંદુલાલ સંધાણી (ઉં.વ. ૨૮) એ ગઈકાલ તારીખ ૧૩/૦૨/૨૦૨૬ના રોજ પોતાના ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવાનના આ આકસ્મિક પગલાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.આ બનાવની જાણ થતા જ મોરબી સીટી બી ડીવીઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે દિનેશભાઈ ધરમશીભાઈ માકાસણા (રહે. રવાપર રોડ) પાસેથી જરૂરી વિગતો મેળવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી.હાલ પોલીસે અકસ્માતે મોત (અ.મોત) નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ કરી આગળની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!