રવિવારે સંસ્કાર ઘડતરનો અનોખો કાર્યક્રમ

જામનગરમાં સિંધી સમાજ માં ભારતીય સિંધુ સભા દ્વારા “સંસ્કાર એ જ સાચું ઘરેણું” કાર્યક્રમનું ટાઉનહોલ ખાતે આયોજન
જામનગર (ભરત ભોગાયતા)
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદના સહયોગથી, ભારતીય સિંધી સભા-જામનગર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. “સંસ્કાર એ જ અમૂલ્ય ઘરેણું (સંસ્કારોની સમજ એટલે જ ઉછેર)” આ કાર્યક્રમ આગામી તારીખ ૦૪/૦૧/૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૬:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન જામનગરના ટાઉન હોલ ખાતે યોજાશે. નવી પેઢીમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરવાના ઉમદા હેતુથી આ સાસ્કૃતિક અને સામાજીક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ગરિમામય કાર્યક્રમનું ઉદ્ઘાટન NCPSL (નવી દિલ્હી) ના અધ્યક્ષ CA શ્રી તુલસીભાઈ ટેકવાણીજી ના હસ્તે કરવામાં આવશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી ડૉ.માયાબેન કોડનાણી, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી પરમાનંદભાઈ ખટ્ટર, ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ લખવાણી અને મહિલા સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી નલિનીબેન પોપટાણી ઉપરાંત ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્રી ડો. દિલીપભાઈ પબરેજા અને મહિલા પ્રાંત અધ્યક્ષ શ્રીમતી અનિતાબેન ચાંગરાણી તેમજ જામનગર સિંધી સમાજનું મહાનગર પાલિકામાં પ્રતિનિધિત્વ કરતા નગરસેવિકા શ્રીમતી બબીતાબેન લાલવાણી, શ્રીમતી લીલાબેન ભદ્રા તેમજ શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી પરસોતમભાઈ કકનાણી ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારતીય સિંધુ સભા જામનગરના હોદ્દેદારો શ્રી ધનરાજ મંગવાણી(પ્રાંત માર્ગદર્શક), શ્રી ઘનશ્યામદાસ ગંગવાણી(અધ્યક્ષ મુખ્ય સંગઠન), અને શ્રી મોતીભાઈ માખીજા(સેક્રેટરી) સહિત યુવા અને મહિલા સંગઠનની ટીમો કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી છે. કાર્યક્રમના સમાપન બાદ તમામ ઉપસ્થિત મહેમાનો અને સમાજના ભાઈ-બહેનો માટે સામૂહિક ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. આ તકે જામનગર સિંધી સમાજના તમામ ભાઈ-બહેનોને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



