HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના માથક ગામે માથાભારે શખ્સે પિતા પુત્ર ને જેમ ફાવે તેમ ગાળો આપી જાણી જોઈને કાર માથે ચડાવી વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચાડી.

 

HALVAD:હળવદના માથક ગામે માથાભારે શખ્સે પિતા પુત્ર ને જેમ ફાવે તેમ ગાળો આપી જાણી જોઈને કાર માથે ચડાવી વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચાડી.

 

 

હળવદ તાલુકાના માથક ગામમાં એક માથાભારે શખ્સનો આતંકનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માથક બસ સ્ટેશન પાસે રહેતા અને ખેતી કામ કરતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર ઉવ.૪૨એ આરોપી મિતરાજસિંહ હરપાલસિંહ ઝાલા રહે. માથક તા.હળવદ વાળા વિરુદ્ધ પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ, ગત તા. ૭/૧૨/૨૦૨૫ના રોજ સાંજના સમયે તેઓ તેમના પિતા ખોડાભાઈ અને ભાઈ રમેશભાઈ સાથે માથકથી રણાછોડગઢ તરફ જતા માર્ગ પર આવેલા પોતાના ખેતરમાં વાડ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના ખેતરની બાજુમાં આવેલા હરપાલસિંહ ઝાલાના ખેતર તરફથી તેમનો પુત્ર મીતરાજસિંહ હરપાલસિંહ ઝાલા સફેદ રંગની કાર નં. જીજે-૨૧-એએચ-૧૧૭૯ લઈને ત્યાં આવ્યો હતો. તેણે ખેતરમાં વાડ કરતા રોકી “અહીં તમે શું કરો છો” કહી ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. જે બાદ બેફામ ગાળો આપતા અને વાડ કરતા અટકાવતા આરોપી મીતરાજસિંહે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પોતાની કાર ફરિયાદીના પિતા ખોડાભાઈ ઊભા હતા તે દિશામાં જાણબૂઝી કાર ચલાવી હતી. ત્યારે ત્યાં નજીક રાખેલ મોટરસાયકલ સાથે કાર અથડાઈ હતી અને મોટરસાયકલ પડતાં ફરિયાદીના પિતા જમીન પર પટકાઈ ગયા હતા. આરોપીએ કાર તેમનાં હાથ ઉપર ફેરવી દીધી હતી. જેથી તેમને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આરોપી કાર લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ હકવાડ પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

Back to top button
error: Content is protected !!