MORBI:મોરબી જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવ – ૨૦૨૫ અન્વયે ૧૧,૨૯૭ બાળકો બાલવાટિકા અને આંગણવાડીમાં પાપા પગલી માંડશે
MORBI:મોરબી જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવ – ૨૦૨૫ અન્વયે ૧૧,૨૯૭ બાળકો બાલવાટિકા અને આંગણવાડીમાં પાપા પગલી માંડશે
જિલ્લામાં બાલવાટિકા તથા આંગણવાડીમાં ૫,૭૧૬ કુમાર અને ૫,૫૯૧ કન્યા મેળવશે પ્રવેશ; વાંકાનેરમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર ૧૪૯૫ કુમારની સામે ૧૫૧૧ કન્યાઓ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લાની આંગણવાડી અને બાલવાટિકામાં મળી કુલ ૧૧,૨૯૭ બાળકો શિક્ષિત બનવાની સફરના પ્રથમ પગથિયા પર કલશોર અને સ્મિત સાથે પગલા માંડશે અને અનેક ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ આ બાળકોની આંગળી પકડી બાળકોને બાલવાટીકા અને આંગણવાડીના પટાંગણમાં પ્રવેશ અપાવશે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે આંગણવાડીમાં મોરબી તાલુકામાં ૩૭૬ કુમાર અને ૩૬૨ કન્યા મળી ૭૨૮ બાળકો, માળીયા તાલુકામાં ૬૮ કુમાર અને ૫૯ કન્યા મળી કુલ ૧૨૭ બાળકો, ટંકારા તાલુકામાં ૧૭૮ કુમાર અને ૧૭૨ કન્યા મળી કુલ ૩૫૦ બાળકો, વાંકાનેર તાલુકામાં ૪૮૨ કુમાર અને ૪૪૭ કન્યા મળી ૯૨૯ બાળકો અને હળવદ તાલુકામાં ૨૭૧ કુમાર અને ૨૮૯ કન્યા મળી ૫૬૦ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૧૩૭૫ કુમાર તેમજ ૧૩૨૯ કન્યા મળી કુલ ૨૬૯૪ બાળકો આંગણવાડીમાં પાપા પગલી પાડશે.
બાલવાટિકામાં મોરબી તાલુકામાં ૧૨૩૭ કુમાર અને ૧૨૨૫ કન્યા મળી ૨૪૬૨ બાળકો, માળીયા તાલુકામાં ૩૦૮ કુમાર અને ૨૭૮ કન્યા મળી કુલ ૫૮૬ બાળકો, ટંકારા તાલુકામાં ૩૯૪ કુમાર અને ૩૬૬ કન્યા મળી કુલ ૭૬૦ બાળકો, વાંકાનેર તાલુકામાં ૧૪૯૫ કુમાર અને ૧૫૧૧ કન્યા મળી ૩૦૦૬ બાળકો અને હળવદ તાલુકામાં ૯૦૭ કુમાર અને ૮૮૨ કન્યા મળી ૧૭૮૯ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૪૩૪૧ કુમાર તેમજ ૪૨૬૨ કન્યા મળી કુલ ૮૬૦૩ બાળકો બાલવાટિકામાં પ્રવેશ મળી બાલવાટિકાના વાતાવરણને તેમની કાલી ઘેલી ભાષાથી વધુ રળિયામણી બનાવશે.