GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓએ ‘એકતા શપથ’ લીધા

MORBI:મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓએ ‘એકતા શપથ’ લીધા
૩૧ ઓક્ટોબર, એકતા દિવસના રોજ મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તથા વિવિધ વિભાગની કચેરીઓ ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ ‘એકતા દિવસના શપથ’ લીધા હતા.
૩૧ ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. દેશભરમાં વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ એકતા શપથ લીધા હતાં. જેમાં દેશની અખંડિતતા અને દેશવાસીઓની એકતા જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.










