MORBI:મોરબીમાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયા વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરેએ પઠાણી ઉઘરાણી કરી

MORBI:મોરબીમાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયા વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરેએ પઠાણી ઉઘરાણી કરી
મોરબીમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા ૨૧ લાખનું ૨૬ લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યા બાદ વ્યાજખોરે રૂ ૭૮ લાખની માંગણી કરી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અન્ય ઇસમ પાસેથી લીધેલા ૫ લાખના બદલે ૭ લાખ આપ્યા છતાં વધુ રૂ ૧૦ લાખ વ્યાજ સહીત માંગણી કરી રૂપિયા નહિ આપે તો પરિવારને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીની રોલા રાતડીયાની વાડીમાં રહેતા કિશોરભાઈ જીણાભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાને આરોપીઓ પ્રકાશ રામજીભાઈ પઢારીયા રહે નાના રામપર તા. ટંકારા અને ભરતભાઈ રબારી રહે થોરાળા તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૦૭-૨૦૨૪ થી આજદિન સુધીના સમય દરમીયાન ફરિયાદી કિશોરને ધંધા માટે નાણાની જરૂરત પડતા આરોપી પ્રકાશ પાસેથી હાથ ઉછીના રૂ ૧ લાખ લીધા હતા બાદમાં વધુ નાણાની જરૂરત પડતા કટકે કટકે રૂપિયા ૨૧ લાખ લીધા હતા જે રૂપિયા આપી લીધેલ હોય જેનું નોટરી લખાણ કરેલ હોવા છતાં એક લાખના એક દિવસના રૂ ૮૦૦ લેખે વ્યાજ પેટે કટકે કટકે રૂપિયા ૨૬ લાખ પઠાણી ઉઘરાણું કરી મેળવી લીધા હતા અને હજુ વધુ રૂ ૭૮ લાખની માંગણી કરે છે અન જો રૂપિયા નહિ આપે તો ફરિયાદી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી ભરત રબારી પાસેથી રૂ ૫ લાખ વ્યાજે લીધા જેને કટકે કટકે ૭ લાખ આપી દીધા હતા છતાં વધુ રૂ ૧૦ લાખની વ્યાજ સહીત માંગણી કરી જો રૂપિયા નહિ આપે તો યુવાન અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી ભરત રબારીને ઝડપી લીધો છે






