MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા આકસ્મીક ચેકિંગમાં ખનીજ ચોરી કરતા ૬ વાહનો સિઝ કરાયા!
MORBI:મોરબીમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા આકસ્મીક ચેકિંગમાં ખનીજ ચોરી કરતા ૬ વાહનો સિઝ કરાયા!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અલગ-અલગ ટીમો ગઇરાત્રી દરમિયાન મોરબી જીલ્લામાં આકસ્મીક રોડ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં ડમ્પર નંબર GJ-36-V-4872ના માલિક કિશનભાઈ પટેલ વિરુદ્ધ સાદીરેતીની ખનીજ ચોરી, ડમ્પર નંબર GJ-10-TY-9720 જયેન્દ્રસિંહ ઝાલા નાં વાહનને ચાઇનાકલેની ખનીજ ચોરી, GJ-36-V-8317 ગોપાલભાઈ આલ નાં વાહનને લાલમાટી, GJ-10-TY-3912 વિરભદ્રસિંહ જાડેજાના વાહનને સાદીરેતી, GJ-10-TY-8622 પીન્ટુભાઈના વાહનને સાદી રેતી, ડમ્પર નંબર GJ-10-TY-9850 રેવતુભાઈ જાડેજાના વાહનને સાદીરેતીની ખનીજ ચોરી મામલે પકડી પાડીને ખનીજ પરિવહન કરવા વાહનો સીઝ કરી પોલીસ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







