
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરના કોલેજ પોલીસ ચોકી વિસ્તારની 10 થી વધુ સોસાયટી બેટમાં ફેરવાઈ,નગરશેઠની નગરીમાં પાણીનું સામ્રાજ્ય
જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મોડાસા શહેરની અંદર પણ કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા જેમાં મોડાસા કોલેજ ચોકી પાસે આવેલી 10 જેટલી સોસાયટીઓ બેટમાં ફેરવાઈ હતી અને જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મોડાસા શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસેલા ભારે વરસાદના કારણે સ્થિતિનું નિર્માણ થયું હતું અને ઠેરઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાહતા અમનપાર્ક,ઝમઝમ,ઝીલાંની,ગરીબ નવાઝ સહિતની સોસાયટી ના ઘર પાણીમાં ગરકાવ થયાં હતા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાના સ્થાનિકોના આક્ષેપ સામે આવ્યા હતા ઘરવખરી સહિત સોસાયટી વિસ્તારમાં ભારે નુકશાન ત્રણ દિવસ સોસાયટીના રહીશો હેરાન પરેશાન થવાનો વાળો આવ્યો હતો




