
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વડનગર
નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા તથા સિવિલ હોસ્પિટલ મહેસાણા/વડનગર ના યુવાનો દ્રારા પ્રાયોગિક પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યકમ અને ખેલ મંત્રાલય ન્યુ દિલ્હી અંતગર્ત નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા (my Bharat) તથા સિવિલ હોસ્પિટલ મહેસાણા તથા વડનગર દ્રારા જિલ્લા માં બે જગ્યા એ પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જીલ્લા યુવાનો/યુવતીઓ માટે ઇન્ટરશીપ નું આયોજન કરવામાં આવેલ છે જેની શરૂઆત વડાપ્રધાન માનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ થી શરૂઆત કરવામાં આવેલ છે
આ ઇન્ટરશીપ કાર્યક્રમ ની શરૂઆત “ માય ભારત” પ્રોર્ટલ દ્રારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનો નો સર્વાંગી વિકાસ થાય તે માટેઆ પ્રોર્ટલ ની મદદ થી યુવા વર્ગ વિવિધ ફિલ્ડ માં પ્રશિક્ષણ અને સ્કીલ ડવલપમેન્ટ જેવા કાર્યક્રમો ભાગ લઇ શકે છે તેના થી યુવક યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે
જીલ્લા ના યુવા કાર્યકરો સિવિલ હોસ્પિટલ મહેસાણા,વડનગર આરોગ્ય લક્ષી તેમજ સેવાકીય પ્રવુંતીઓ હાલ જીલ્લા માં કરી રહ્યા છે જે આ ઇન્ટરશીપ દરમિયાન મહેસાણા સિવિલ હોસ્પિટલ તેમજ વડનગર સિવિલ હોસ્પિટલ નો ખુબજ સહકાર અને સહયોગ મળેલ છે,આ કાર્યક્રમ માં મહેસાણા (my bharat) નહેરુ યુવા કેન્દ્ર મહેસાણાના યુવા કાર્યકરો રશ્મિ શેખાવત તેમજ અન્ય યુવા મિત્રોએ અને કાર્યકર્તા એ ભાગ લીધો હતો.





