GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં થર્ટી ફર્સ્ટ ની રાત્રે અનેક જગ્યાએ પોલીસનુ સઘન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

 

MORBI:મોરબીમાં થર્ટી ફર્સ્ટ ની રાત્રે અનેક જગ્યાએ પોલીસ નુ સઘન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

 

 

ડ્રગ્સ ડિટેકશન ટેસ્ટ કિટ અને બ્રેથ એનાલાઈઝર દ્વારા નશાખોરોની તપાસ નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળા કાચ વાળી કાર સામે પણ કાર્યવાહી

મોરબીમાં થર્ટી ફર્સ્ટ ને લઈને મોરબી પોલીસ એકશન મોડમાં જોવા મળી હતી જેમાં શહેરના ઉમિયા સર્કલ વીસી ફાટક મહારાણા પ્રતાપ સર્કલ ત્રાજપર ચોકડી સનાળા બાયપાસ સહિતના પોઇન્ટ ઉપર પોલીસે કડક ચુસ્ત બંદોબસ્ત સાથે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું રાત્રિના જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ પણ ફિલ્ડમાં ઉતર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં તમામ પોલીસ મથકની ટીમો અત્યારે કાર્યરત છે આ સાથે મોરબી શહેરમાં વધારાની છ ટીમો કાર્યરત છે જેમાં વાહનો ચેકીંગ હોટલ રેસ્ટોરન્ટ ફાર્મ હાઉસ માં પણ ચેકિંગ ચાલુ છે જો કોઈ નિયમો ભંગ કરતાં જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી જો કોઈ વ્યક્તિ નશામાં મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નશાકારક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકોને પણ પકડવા માટે આ વખતે અલગથી ડ્રગ્સ ડિટેકશન ટેસ્ટ કીટ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બ્રેથ એનેલાઈઝર નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફરતા અથવા નશાકારક ચીજ વસ્તુઓનો દેખાવ કરતા લોકો પર સાયબર ક્રાઇમ સેલના પીઆઈ દ્વારા સોશિયલ મીડિયામાં મોનેટરીગ કરવામાં આવી રહ્યું છે ત્રણ દિવસથી હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

Back to top button
error: Content is protected !!