MORBI:મોરબીમાં તિરંગાની ગરીમા જાળવાનું ધારાસભ્ય પણ ચૂક્યા..!!

MORBI:મોરબીમાં તિરંગાની ગરીમા જાળવાનું ધારાસભ્ય પણ ચૂક્યા..!!
કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન તારીખ 9 થી લઈને 15 ઓગસ્ટ સુધી જાહેર કર્યું છે ત્યારે સરકાર દ્વારા ઠેઠે આ અભિયાનના અવસરે વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે મોરબી ખાતે તાજેતરમાં તિરંગા યાત્રા દરમિયાન મોરબીના એક ભાજપ અગ્રણી દ્વારા તિરંગા નું અપમાન થયેલું જે બાદ મોરબી નગરપાલિકા ખાતે ડોર ટુ ડોર નું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે આ લોકાર્પણ કરવાનું આયોજન કરેલ જે દરમિયાન હંમેશાં લોકાર્પણ માટે લીલી ઝંડી આપવામાં આવતી હોય છે. જેમાં લીલી ઝંડીનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આ લોકાર્પણ કાર્યક્રમમાં લીલી ઝંડી ની જગ્યાએ તિરંગા નો ઉપયોગ કરવામાં આવેલ આ ઘટના બાદ શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે કેમકે સરકારને સારા લગવા માટે કાર્યક્રમમાં આગવાની કરતા નેતાઓ તિરંગા ની ગરિમા જાળવી શકતા નથી. ફ્લેગ કોડ નિયમ મુજબ તિરંગાનો સજાવટ કે કોઈપણ અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાતો નથી અને માત્ર તિરંગો હંમેશા ઉભો અને ઊંચો લહેરાવા માટે જ છે જેની અહીં અવગણ થઈ હોય તેથી હાલ મોરબી શહેરમાં સોશિયલ મીડિયામાં ફરતો આ ફોટોગ્રાફ ચર્ચાનો વિષય બનેલ છે.








