GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘અજંતા’ કંપની ગ્રેચ્યુઈટીના નાણાં આપવાની અફવાએ જોર પકડ્યું: ફોર્મ ભરવા મહિલાઓની ભારે ભીડ

 

MORBI:મોરબીમાં ‘અજંતા’ કંપની ગ્રેચ્યુઈટીના નાણાં આપવાની અફવાએ જોર પકડ્યું: ફોર્મ ભરવા મહિલાઓની ભારે ભીડ

 

 

વકીલની ઓફિસ અને ફેક્ટરીના ગેટ પર લોકોના ટોળા ઉમટ્યા; કંપની મેનેજમેન્ટે અફવા ગણાવી પોલીસ બોલાવી

મોરબી-રાજકોટ હાઈવે પર આવેલી પ્રખ્યાત અજંતા કંપની તેના જૂના કર્મચારીઓને કામ કર્યાના વર્ષ મુજબ નાણાં આપવાની છે તેવી એક અફવાએ આજે આખા શહેરમાં ભારે દોડધામ મચાવી દીધી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક મેસેજના કારણે સેંકડોની સંખ્યામાં પૂર્વ મહિલા કર્મચારીઓ ફોર્મ ભરવા માટે ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


વાયરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અજંતા કંપની તેના જૂના કર્મચારીઓને પ્રત્યેક વર્ષ દીઠ રૂ. 10,000 લેખે ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવાની છે. આ માટેના ફોર્મ શહેરના ત્રિકોણ બાગ પાસે ઓફિસ ધરાવતા એક વકીલ ભરી આપવાના છે. આ મેસેજ વાયુવેગે પ્રસરતા સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ વકીલની ઓફિસ પાસે એકઠી થઈ ગઈ હતી.વકીલની ઓફિસ બંધ, ફેક્ટરી પર પોલીસ બોલાવવી પડી ત્રિકોણ બાગ પાસે જ્યારે લોકો પહોંચ્યા ત્યારે વકીલની ઓફિસ બંધ જોવા મળી હતી. ઓફિસની બહાર એવું બોર્ડ પણ મારવામાં આવ્યું હતું કે, “ઓફિસ બે મહિના માટે બંધ છે, ફોર્મ ભરવા બાબતે કોઈએ પૂછપરછ કરવી નહીં.” બીજી તરફ, અનેક લોકો સીધા હાઈવે પર આવેલી અજંતા ફેક્ટરીના ગેટ પર પહોંચી ગયા હતા. સ્થિતિ વણસતી જોઈ કંપની મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


આ સમગ્ર મામલે અજંતા કંપનીના મેનેજરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “આ માત્ર એક અફવા છે. કંપની દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.” કંપનીએ ગેટ પર પણ નોટિસ લગાવી દીધી છે કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. આ અફવા ફેલાવનાર તત્વો સામે મેનેજમેન્ટ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ વિચારણા કરીશું.

Back to top button
error: Content is protected !!